રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઘરડો થઇ રહેલો એ કાચબો મને ગમે છે.
હું ઘણી વાર એ સરોવરના કાંઠે જઈને બેસું છું.
મોટા જંગલી કમળ તેમાં ખીલેલા હોય છે.
અને એ કમળોના મસમોટા પાન નીચે
અજાણ્યા, અશક્ત પાણી
સ્થિર સૂતા હોય છે.
સરોવરના કિનારે ઉગેલું ઘાસ કાપીને
મેં એક નાનો રસ્તો બનાવ્યો છે.
એ વૃદ્ધ કાચબો
એ રસ્તે થઈને આવે છે મારી પાસે.
પતિની જેમ
પાસે બેસીને સાંભળે છે મને.
હું એની સામે
મારા કેટલાયે રહસ્યો ખોલું છું.
કોઇ લાંબી રાત જેવી અભેદ ઢાલ નીચે
એનું સુંવાળું શરીર સળવળે છે.
સવારે એ પાછો સરકી જાય છે સરોવરમાં.
એ પાણીમાં રહે છે,
હું પાણીની બહાર.
અમારી વચ્ચે છવાયેલા રહે છે
વિશાળ, રંગબેરંગી, જંગલી કમળ.
એ કમળોના મસમોટા પાન,
પાણી પર છવાયેલા
અને પાણીથી નિસ્પૃહ,
મને કહેતા હોય છે,
મારી તમામ વાતો સલામત છે,
આ અજાણ્યા, અશક્ત પાણીમાં.
gharDo thai rahelo e kachbo mane game chhe
hun ghani war e sarowarna kanthe jaine besun chhun
mota jangli kamal teman khilela hoy chhe
ane e kamlona masmota pan niche
ajanya, ashakt pani
sthir suta hoy chhe
sarowarna kinare ugelun ghas kapine
mein ek nano rasto banawyo chhe
e wriddh kachbo
e raste thaine aawe chhe mari pase
patini jem
pase besine sambhle chhe mane
hun eni same
mara ketlaye rahasyo kholun chhun
koi lambi raat jewi abhed Dhaal niche
enun sunwalun sharir salawle chhe
saware e pachho sarki jay chhe sarowarman
e paniman rahe chhe,
hun panini bahar
amari wachche chhawayela rahe chhe
wishal, rangberangi, jangli kamal
e kamlona masmota pan,
pani par chhawayela
ane panithi nisprih,
mane kaheta hoy chhe,
mari tamam wato salamat chhe,
a ajanya, ashakt paniman
gharDo thai rahelo e kachbo mane game chhe
hun ghani war e sarowarna kanthe jaine besun chhun
mota jangli kamal teman khilela hoy chhe
ane e kamlona masmota pan niche
ajanya, ashakt pani
sthir suta hoy chhe
sarowarna kinare ugelun ghas kapine
mein ek nano rasto banawyo chhe
e wriddh kachbo
e raste thaine aawe chhe mari pase
patini jem
pase besine sambhle chhe mane
hun eni same
mara ketlaye rahasyo kholun chhun
koi lambi raat jewi abhed Dhaal niche
enun sunwalun sharir salawle chhe
saware e pachho sarki jay chhe sarowarman
e paniman rahe chhe,
hun panini bahar
amari wachche chhawayela rahe chhe
wishal, rangberangi, jangli kamal
e kamlona masmota pan,
pani par chhawayela
ane panithi nisprih,
mane kaheta hoy chhe,
mari tamam wato salamat chhe,
a ajanya, ashakt paniman
સ્રોત
- પુસ્તક : કંદમૂળ (પૃષ્ઠ ક્રમાંક 6)
- સર્જક : મનીષા જોશી
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
- વર્ષ : 2013