Kalkeet - Free-verse | RekhtaGujarati

ઊંડી ગતામાં

કાળના અતળ ગર્ભમાં

ધીરજપૂર્વક

ભૂખ્યો પડ્યો રહું છું

મોહન્જોદડો

કાવેરી પૂમ્પટિટ્નમ્

નાલંદા

પેરાપુદૂર

પિરામિડ

એથેન્સ...

કંઈ કેટલુંયે હજમ થઈ ગયું છે;

...પછી ધીરે ધીરે ચાવીને

ખાઈ જવાની ઇચ્છાથી,

મોકાની રાહ જોતો

ભૂખ્યો પડ્યો રહું છું;

મહાબલિપુરમ્

તાજમહાલ

લાલ કિલ્લો

સંયુક્ત રાષ્ટ્રસંઘ

કેપ કેનેડી

રાજઘાટ...

કેટલું શેષ રહી ગયું છે!

(અનુ. જયા મહેતા)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 106)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ