kaavyaprastuti - Free-verse | RekhtaGujarati

કાવ્યપ્રસ્તુતિ

kaavyaprastuti

આના શ્વીર આના શ્વીર
કાવ્યપ્રસ્તુતિ
આના શ્વીર

ગોટમોટ બેઠી છું હું

ગલૂડિયા જેવી

ઠંડીમાં થથરતા.

કોણ કહી શકે મને

શા માટે જન્મી હું,

ને શા માટે બખડજંતર

નામે જિંદગી.

ટેલિફોન રણકે છે. મારે

કાવ્યપાઠ કરવાનો છે.

હું દાખલ થઉં છું.

એકસો શ્રોતાઓ. બસો આંખો.

નજર માંડે છે એ. રાહ જુએ છે એ.

મને ખબર છે શેની.

મારે એમને કહેવાનું છે,

શા માટે જન્મ્યા છે એઓ,

ને શા માટે બખડજંતર

નામે જિંદગી.

(અનુ. ઉદયન ઠક્કર)

સ્રોત

  • પુસ્તક : संगच्छध्वम् (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : સિતાંશુ યશશ્ચંદ્ર
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 2023