જ્યારે તારે દ્વારે
Jyare Tare Dware
રવિન્દ્રનાથ ટાગોર
Ravindranath Tagore
રવિન્દ્રનાથ ટાગોર
Ravindranath Tagore
જ્યારે તારે દ્વારે
આનંદ અને સ્મિતના ભર્યા
હોય ફુવારા ઊડતા ત્યારે
એક વાત તમે મનમાં રાખજો
કે ઝરતાં ખરતાં પાનની વચ્ચે
મેં ગાયું છે ગીત.
શૂન્ય વને ઘાસ સૂકાયું
અનાદર ને અવહેલનામાં,
ગયું વીતી રે મારું આયુ;
ત્યારેય તે મેં,
ઝરતાં ખરતાં પાનની વચ્ચે,
ગીતને ગાયું : ગીતને ગાયું.
ઊજળા દિવસના તમે પ્રવાસી,
આટલી વાતની યાદ તો રાખજો
કે સાંજનો દીવો હાથમાં ઝાલી,
એકલી રે હું રાતભર ચાલી
દૂર ક્ષિતિજથી સાદ આવ્યો જ્યારે
ત્યારે હું તો નીકળી પડી,
ભીંજેલ હૈયે
ઝરતાં ખરતાં પાનની વચ્ચે
મેં ગાઈ છે ગીતની કડી.
સ્રોત
- પુસ્તક : કવિતા : જુન 1985 (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
