jo hu meyor Hot - Free-verse | RekhtaGujarati

જો હું મેયર હોત

jo hu meyor Hot

નરેશ મહેતા નરેશ મહેતા
જો હું મેયર હોત
નરેશ મહેતા

વિચારું છું

જો હું મેયર હોત

તો રસ્તાની બંને બાજુ

ખસની ટટ્ટીઓ હોત,

વીજળીના થાંભલાની માફક

પંખાના પણ થાંભલા હોત

ત્યારે બળતું શહેર

ગગનચુંબી હોત

ખબર નથી

લોકો શા માટે

ઘરની માફક

પોતાના નગરને પ્રેમ નથી કરતાં?

વિચારું છું

જે દિવસે હું મેયર થઈશ

તે દિવસે ચોક્કસ બધું હશે.

પરંતુ હાલ તુરતમાં મને

ઉનાળા માટે

એક ટેબલફેન જોઈએ છે.

આખા શહેર માટે નહીં

મારા ત્રણ ઓરડાવાળા

ઘર માટે,

કે જે

તપીને નગર બની ગયું છે.

અને હું તેને ઘર બનાવવા ઇચ્છું છું.

(અનુ. ઉર્વશી સુરતી)

સ્રોત

  • પુસ્તક : કવિતા : ડિસેમ્બર, 1977 (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ