
વાવાઝોડા પછીની
આ જમીન પર વિખરાયેલા
નાનાં, મોટાં લીલાં, પીળચટ્ટાં
સહુ જુદા જુદા આકારનાં પાંદડાં
અને તૂટેલી ડાળીઓને ભેગી કરી
જિગ્સૉના ટુકડાની માફક
જોડું છું એકમેક સાથે.
કોઈ વૃક્ષના નિશ્ચિત આકારમાં
બેચાર પાતળી ડાળીઓ પાસપાસે મૂકી
બનાવું છું એક મજબૂત થડ.
એક અણિયાળી ડાળખી લઈ ચીતરું છું
રેતમાં ઊંડાં ઊંડાં મૂળ,
દર માટે જગ્યા શોધતી
એક લાંબી હરોળ કીડીઓની ચાલી આવે છે એ ભણી
ને કોઈ ગફલતમાં જ એક ચકલી પણ
આવીને બેસીને એકાદ ડાળી પર
બોલે છે ચીં...
ત્યાં એક હળવા નિઃસાસાની જેમ
વાય છે પવન
ફરી હવામાં ઊડે છે પાંદડાં
ને જમીનદોસ્ત થઈ જાય છે
એક ઝાડ.
wawajhoDa pachhini
a jamin par wikhrayela
nanan, motan lilan, pilchattan
sahu juda juda akarnan pandDan
ane tuteli Dalione bhegi kari
jigsauna tukDani maphak
joDun chhun ekmek sathe
koi wrikshna nishchit akarman
bechar patli Dalio paspase muki
banawun chhun ek majbut thaD
ek aniyali Dalkhi lai chitarun chhun
retman unDan unDan mool,
dar mate jagya shodhti
ek lambi harol kiDioni chali aawe chhe e bhani
ne koi gaphalatman ja ek chakli pan
awine besine ekad Dali par
bole chhe cheen
tyan ek halwa nisasani jem
way chhe pawan
phari hawaman uDe chhe pandDan
ne jamindost thai jay chhe
ek jhaD
wawajhoDa pachhini
a jamin par wikhrayela
nanan, motan lilan, pilchattan
sahu juda juda akarnan pandDan
ane tuteli Dalione bhegi kari
jigsauna tukDani maphak
joDun chhun ekmek sathe
koi wrikshna nishchit akarman
bechar patli Dalio paspase muki
banawun chhun ek majbut thaD
ek aniyali Dalkhi lai chitarun chhun
retman unDan unDan mool,
dar mate jagya shodhti
ek lambi harol kiDioni chali aawe chhe e bhani
ne koi gaphalatman ja ek chakli pan
awine besine ekad Dali par
bole chhe cheen
tyan ek halwa nisasani jem
way chhe pawan
phari hawaman uDe chhe pandDan
ne jamindost thai jay chhe
ek jhaD



સ્રોત
- પુસ્તક : પરબ : એપ્રિલ ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 14)
- સંપાદક : ભરત મહેતા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ