huriyo - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ત્રીસ વરસના હરિયા જેવા હરિયાનો હુરિયો બોલાવ્યો

...લેત્તો જા!

લીરેલીરા થઈ ગયેલો ચહેરો ઠામોઠામ ઝૂલાવ્યો

...લેત્તો જા!

આભ ઝળુંબ્યું!

કેમ ઝળુંબ્યું?!

ઝળુંબવાના સાવ હવે તો ઉપરછલ્લા ખાલીખમ્મ્ અરમાન કહીશું?

સરતાં સરતાં સાવ કુંવારી નદીઓ જેવું કોરું કોરું વહીશું!

વાંઝિયાપટની વેળુ હારે વેરી નાખી અબરખિયાંની ચમક અમને

દેત્તો જા...

હોઠ ફફડ્યા!

કેમ ફફડ્યા?!

શ્વાસે શ્વાસે ચાલ હવે તો ખુલ્લંખુલ્લા પોકળ પોકળ આવન-જાવન કરશું?

ખંભાતી તાળાની અમને ચાવી આપો શ્વાસ સારું થોડું થોડું ખૂલશું!

પીળી ભીંતે લોલક કાંટે પૂરેપૂરા ચોવીસનો તું ભાર લઈને

વહેત્તો જા...

તારી ગંગા-જમનાના સોગંધ છે, તને

તું ઊકળી ઊઠ

તું કકળી ઊઠ

તું વકરી ઊઠ

અને

ડૂંઘું મેલ્ય, જ્ઞાતિવાદના વાડામાં.