રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતારલામાં
કોઈની ટગરટગર જોઈ રહેતી આંખ શોધું
એટલો હું કવિ નથી.
શિયાળાની ઠંડીથી
સગડી સળગાવી હું બચી જાઉં છું,
પણ
એ રાતની એકલતા પર કવિતા રચતાં મને હજી
આવડ્યું નથી.
તમારી જેમ હું પણ
ઘડિયાળમાં છ વાગેલા જોઈને સવાર પામું છું;
ક્ષીણ થતી રાતરાણીની ગંધમાં
સવારનું આગમન મારાથી કળાયું નથી.
કોઈના ઈરમીશ જેવા પ્રેમને
આરસમાં કંડારી શકું એટલે ધનાઢ્ય નથી.
અને તેથી...
તેથી જ તો હું મણિલાલ ભગવાનજી દેસાઈ છું...
tarlaman
koini tagaratgar joi raheti aankh shodhun
etlo hun kawi nathi
shiyalani thanDithi
sagDi salgawi hun bachi jaun chhun,
pan
e ratni ekalta par kawita rachtan mane haji
awaDyun nathi
tamari jem hun pan
ghaDiyalman chh wagela joine sawar pamun chhun;
ksheen thati ratranini gandhman
sawaranun agaman marathi kalayun nathi
koina irmish jewa premne
arasman kanDari shakun etle dhanaDhya nathi
ane tethi
tethi ja to hun manilal bhagwanji desai chhun
tarlaman
koini tagaratgar joi raheti aankh shodhun
etlo hun kawi nathi
shiyalani thanDithi
sagDi salgawi hun bachi jaun chhun,
pan
e ratni ekalta par kawita rachtan mane haji
awaDyun nathi
tamari jem hun pan
ghaDiyalman chh wagela joine sawar pamun chhun;
ksheen thati ratranini gandhman
sawaranun agaman marathi kalayun nathi
koina irmish jewa premne
arasman kanDari shakun etle dhanaDhya nathi
ane tethi
tethi ja to hun manilal bhagwanji desai chhun
સ્રોત
- પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 49)
- સર્જક : મણિલાલ દેસાઈ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1987
- આવૃત્તિ : 2