hukamthi - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ત્રાજવાં પર મૂકેલા ઑક્સિજનની વીડિયોગ્રાફી તો જોઈએ જ,

હુકમથી.

ત્રેસઠ શિશુ-શબની દુર્ગંધ સહન થતી હોય

તો નાક પર પટ્ટી બાંધો.

થોડીવાર શ્વાસ લેવાનું બંધ કરો,

પ્રાણવાયુ ઉર્ફે ઑક્સિજન લેવાનું બંધ કરો

પણ ત્રાજવાં પર મૂકેલા પ્રાણવાયુની વીડિયોગ્રાફી તો જોઈએ જ,

હુકમથી.

દિન ત્રણમાં વડી કચેરીએ મોકલી આપો ઑક્સિજનની વીડિયોગ્રાફી,

હુકમથી.

તાજા કલમ તાત્કાલિક :

ઑક્સિજનની કરેલી વીડિયોગ્રાફીમાંથી

આંસુઓના અવાજ ડિલીટ કરો, આક્રંદ પૂરેપૂરું ડિલીટ કરો,

આક્રોશ, અપશબ્દો, બિનસંસદીય શબ્દો,

અસંતોષ તો ચાલે નહીં, ડિલીટ કરો.

મીડિયા ડિલીટ કરો, પત્રકારો ડિલીટ કરો,

માબાપોનાં ઈન્ટરવ્યૂ કર્યા હોય તો, ડિલીટ, ડિલીટ, ડિલીટ

જૂનૂં એટલું સોનું રીતે ઇતિહાસનું ગૌરવ સાચવો.

મૂંગી ફિલમનો જમાનો યાદ કરો.

મૂંગો વીડિયો

તાત્કાલિક

વડી કચેરી હુકમથી.

સ્રોત

  • પુસ્તક : મને અંધારા બોલાવે (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સર્જક : મનીષી જાની
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2021