Hu Tane - Free-verse | RekhtaGujarati

હું તને

દૂ…ર ચાલી જતી જોઈ રહ્યો

થોડી ક્ષણો પછી

તું ઊભી હતી ત્યાં જોયું

તો

એક સફેદ કબૂતર

તારાં પગલાંને ચણતું હતું...!

સ્રોત

  • પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1980 (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ