રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમેં tropical છોડને જડમૂળથી ઉખેડી
અહીં પરાઈ શીતલ ભૂમિમાં
રોપી તો દીધો
અને એ છોડે જીવવાનો નિર્ધાર પણ કરી લીધો
છતાં
અહીં જ્યારે વસંત ચેરી બ્લોસમ્સથી રંગાઈ જાય છે ત્યારે
મારું મન કેસૂડે મોહે છે
ગ્રીષ્મના ગુલાબ ધરા પર પોતાના બિસ્તર બિછાવી દે છે ત્યારે
હું ગુલમોરની યાદથી આંખ લાલ કરીને રોઉં છું…અહીં બારેમાસ વરસાદ પડે છે તોય
ત્યાંના જેવી વર્ષાઋતુની મઘમઘતી સોડમ
ક્યારેય શરીરે ચોંટતી નથી! આષાઢનો શબ્દ જ અહીં નથી ને! અહીં બધું જ છે
છતાં કંઈ જ નથી.
હું homesick થઈ ગઈ છું. થાય છે
બધું ઉઠાવીને ઘેર જાઉં
પણ…હવે મારું ઘર ક્યાં?
mein tropical chhoDne jaDmulthi ukheDi
ahin parai shital bhumiman
ropi to didho
ane e chhoDe jiwwano nirdhar pan kari lidho
chhatan
ahin jyare wasant cheri blosamsthi rangai jay chhe tyare
marun man kesuDe mohe chhe
grishmna gulab dhara par potana bistar bichhawi de chhe tyare
hun gulmorni yadthi aankh lal karine roun chhun…ahin baremas warsad paDe chhe toy
tyanna jewi warsharituni maghamaghti soDam
kyarey sharire chontti nathi! ashaDhno shabd ja ahin nathi ne! ahin badhun ja chhe
chhatan kani ja nathi
hun homesick thai gai chhun thay chhe
badhun uthawine gher jaun
pan…hwe marun ghar kyan?

સ્રોત
- પુસ્તક : વિદેશિની (પૃષ્ઠ ક્રમાંક 99)
- સર્જક : પન્ના નાયક
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
- વર્ષ : 2000