હો ચી મિહ્ન માટે એક ગુજરાતી કવિતા
ho chi mihn mate ek gujarati kavita
સિતાંશુ યશશ્ચંદ્ર
Sitanshu Yashaschandra
સિતાંશુ યશશ્ચંદ્ર
Sitanshu Yashaschandra
ટેન્ત કહું કચ ડાળે તો રે
ટેન્કની આગેકૂચ ળેન્ક ટકું તચ હાડે તો તે
હેન્ક તળું કક કેડા તો ચે
હેન્ક તેન્ક કચ ડાન્ક તોન્ક હાં
કળે ડતો ચટ કળ હું
ટેન્કત ટેન્કત ટેન્કત ટેન્કત ટેન્કત
ટેન્ક વિજયી જેવી ડતો કળે ચટ કળ હું
ટેન્કત ટેન્કત
હેન્ક તોન્ક ડટ કાન્ચ ટાન્ક હા!
ટેન્ત કળે હું ટચડાતો હું
માણસની વેદના ટેટે ળેળે હેહે ચૂં
અને તેના મરણિયા ચે ચે ચે ચે ચે ચે
હુમલાનો આનંદ ટેન્કત ટેન્કત
હોન્ક ટાન્ક કચડા હાં તો એ
કહું કચ હકું હચ
ટેન્કની પીછેહઠ હકુ હચ કહું કચ
કહું કચ હકું હચ
હકું હચ કહું કચ
(૧૯૭૪)
સ્રોત
- પુસ્તક : જટાયુ (પૃષ્ઠ ક્રમાંક 19)
- સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2009
