હે પ્રાણેશ્વર
Hey Praneshwar
ઉશનસ્
Ushnas
ઉશનસ્
Ushnas
હું તારી સામે હે પાણેશ્વર!
દેવઘરના સંધ્યાદીપની જેમ
કંપતી જ્યોતે ઊભો છું;
તું ઉચ્છવસે છે તો વાતાવરણમાં
પ્રાણવાયુની ખોટ પડી જાય છે,
અને હું ગૂંગળાઈ જાઉ છું;
તું જો નિઃશ્વાસે છે
તો વાતાવરણમાં વંટોળ ઊઠે છે;
નિર્વાત કે ઝંઝા, ઉભયથી મારા પ્રાણદીપને
બુઝાઈ જવાનો ભય, હે પ્રાણેશ્વર!
સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ 1985 (પૃષ્ઠ ક્રમાંક 22)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
