Hathodi - Free-verse | RekhtaGujarati

જૂના પુરાણા દેવોને

મેં જતા જોયા છે

અને નવા દેવોને આવતા.

પ્રત્યેક દિવસે

અને વરસે વરસે

મૂર્તિઓ પડે છે

અને પ્રતિમાઓ ઊભી થાય છે.

આજે

હું હથોડીની ભકિ્ત કરું છું.

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ