Hath - Free-verse | RekhtaGujarati

હાથ

આજે કોઈ પંખી નહીં પાડે,

કોઈ ધાન નહીં વાઢે,

કોઈ ઘડો નહીં ઘડે,

કોઈ ચિત્ર નહીં દોરે,

કોઈ સ્ક્રૂ નહીં ખોલે,

કે

નહીં ખોલે કોઈ વેબસાઇટ;

હાથ,

આજે, સ્પર્શશે તને.

હાથ પકડે, ઝાલે

પગ છોડે, ચાલે.

હું સ્પર્શું છું

મારા હાથને

કાશ

બીજાના હાથ હોત.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2004 (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : નીતિન વડગામા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 2007