Hastantar - Free-verse | RekhtaGujarati

વિસર્જન માટે ગણપતિ લઈ જતાં

મને મૂર્તિનો ભાર લાગવા માંડ્યો ત્યારે

ઊછળતી યુવાનીભર્યા

મારા પુત્રે મને કહ્યું; “આપો મને.”

મેં મૂર્તિ તરત દીકરાના હાથમાં મૂકી

બાજોઠ સહિત

દીકરાએ પણ મૂર્તિ હાથમાં લીધી બરાબર સંભાળીને, ને

હું એક દૈવી આનંદમાં અકલ્પિત

૫રં૫રા આગળ સરકાવ્યાના...

હું પાછો યુવાન યયાતી જેવો,

મારો પુત્ર એકદમ વૃદ્ધ

૫રંપરાના બોજાથી વાંકો વળી ગયેલો.

(અનુ. જયા મહેતા)

સ્રોત

  • પુસ્તક : કવિતા - જૂન, 1980 (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ