રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસબુર કરો દોસ્તો, પથ્થર હેઠા મૂકો.
લો, આ અનામતના ટુકડા,
જે આઝાદી પછી મળેલા અમારા બાપને તે,
ખેર, ઊભા રહો હજી કંઈક રહી જાય છે બાકી,
આ ટુકડા ય લેતા જાવ.
અમારે હવે અનામત ઢોર નથી ખેંચવાં,
ચામડાંય નથી કમાવવાં,
અને આ ગંદકી...
નથી ચઢાવવી માથે,
ઝાડુ ય નથી જોઈતું હવે.
અમારે આ બધાંનો ખપ નથી,
બધુંય તમને મુબારક...
બસ, ખુશને?
પણ મહેરબાની કરી,
અમને “કોણ છો?”
એ પૂછવાનું બંધ કરો હવે.
sabur karo dosto, paththar hetha muko
lo, aa anamatna tukDa,
je ajhadi pachhi malela amara bapne te,
kher, ubha raho haji kanik rahi jay chhe baki,
a tukDa ya leta jaw
amare hwe anamat Dhor nathi khenchwan,
chamDanya nathi kamawwan,
ane aa gandki
nathi chaDhawwi mathe,
jhaDu ya nathi joitun hwe
amare aa badhanno khap nathi,
badhunya tamne mubarak
bas, khushne?
pan maherbani kari,
amne “kon chho?”
e puchhwanun bandh karo hwe
sabur karo dosto, paththar hetha muko
lo, aa anamatna tukDa,
je ajhadi pachhi malela amara bapne te,
kher, ubha raho haji kanik rahi jay chhe baki,
a tukDa ya leta jaw
amare hwe anamat Dhor nathi khenchwan,
chamDanya nathi kamawwan,
ane aa gandki
nathi chaDhawwi mathe,
jhaDu ya nathi joitun hwe
amare aa badhanno khap nathi,
badhunya tamne mubarak
bas, khushne?
pan maherbani kari,
amne “kon chho?”
e puchhwanun bandh karo hwe
સ્રોત
- પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 129)
- સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
- પ્રકાશક : ગુજરાત લોકાયન
- વર્ષ : 1981