ગુચ્છો
guchchho
જેક્સ પ્રિવર્ટ
Jacques Prevert
જેક્સ પ્રિવર્ટ
Jacques Prevert
હે નાની છોરી
આ તાજાંતાજાં ફૂલની સાથે શું કરે છે?
હે યુવાન કન્યા
આ સુક્કાંસુક્કાં ફૂલની સાથે શું કરે છે?
હે સુંદર નારી
આ કરમાયેલાં ફૂલની સાથે શું કરે છે?
હે વૃદ્ધા!
આ ખરી ગયેલાં ફૂલની સાથે શું કરે છે?
હું રાહ જોઉં છું વિજેતાની.
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
