ghetano - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘેટાંઓની વાસનું ઊન ઓઢીને પડતો વરસાદ

સૂંગામીંઢા ઊભેલા ધ્રૂજતા ઊનના તારો પર

લીલો રંગ વગાડે છે

ઘેટાંઓ ઊનનું ગીત ગાય છે

ઘેટાંઓમાં ભરવાડોની વાસ ભરચક ભરેલી છે.

એકમેકમાં માથું નાખી ઊભેલાં ખેતરોનું

ઊન ઓઢીને ચાસમાં ફરતો વરસાદ

મૂંગામીઢા ઊભેલા વાદળોના ધ્રૂજતા તારો પર

ભૂખરો રંગ વગાડે છે.

વાદળોમાં ઘેટાંઓનું ઊન ભરચકક ભરેલું છે.

વાદળો ધેટાં વરસે છે

ઘેટાંઓ વાદળ વરસે છે

ઘેટાંઓ ને વાદળોની વાસવાળો ભરવાડ

ક્યારેક ભૂરી ડાંગ વીંઝી હસતો હસતો સોનું વરસે છે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 123)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981