diwankhanaman - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દીવાનખાનામાં

diwankhanaman

પન્ના નાયક પન્ના નાયક
દીવાનખાનામાં
પન્ના નાયક

દીવાનખાનાને

વ્યવસ્થિત કરું છું

ઘડી અહીં, ઘડી તહીં

વિવિધ ફેરફારથી -વસ્તુનું મન પૂછી પૂછી

ગોઠવણી કરું છું. સોફા અને લૅમ્પને નવું સ્થાન આપ્યું

બારીના પડદા બદલી કાઢ્યો

જૂના ગાલીચાની જગ્યાએ wall to wall કારપેટ નખાવી દીધો...સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું

સઘળું બરાબર થાય છે ત્યારે

છટકે છે મારું મન -આ બધામાં મને ક્યાં ગોઠવું? કેન્દ્ર શોધું છું.જ્યાં હું સરખું બેસી શકું… -પણ બારી કનેથી રસ્તો નિહાળતી

હું ઊભી રહું છું.

સ્રોત

  • પુસ્તક : પ્રવેશ (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સર્જક : પન્ના નાયક
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1975