gharDa bhinDa - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘરડા ભીંડા

gharDa bhinDa

પવનકુમાર જૈન પવનકુમાર જૈન
ઘરડા ભીંડા
પવનકુમાર જૈન

ઘરડા ભીંડા

મોટા અને બીથી

ફાટફાટ થતા હોય છે.

છોડ ઉપર રહી જાય,

તો સુકાઈને

નક્કી ફાટે છે.

ઘરડા ભીંડાના શાકમાં

લહેજત નથી આવતી.

પણ, શિખાઉ બકાલું

લેનારો મોટું કદ

જોઈ હરખાય છે॥

કૂણા ભીંડાની તાજપને કઈ રીતે વરતે?

સભ્ય સમાજમાં

ભીંડા અને સાહિત્યકારોની

સરખામણી નથી થતી.

તથાપિ, અળવીતરું મન

ભીંડામાં સાહિત્યકારને

જુએ છે.

સ્રોત

  • પુસ્તક : ૬૫ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સર્જક : પવનકુમાર જૈન
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2012