garbhasth kanya - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગર્ભસ્થ કન્યા

garbhasth kanya

ચંદ્રા શ્રીમાળી ચંદ્રા શ્રીમાળી
ગર્ભસ્થ કન્યા
ચંદ્રા શ્રીમાળી

જર્જરિત પાલવની ઓથે, સતત છુપાવતી, સાચવતી

ફરે છે એ, ગર્ભસ્થશિશુને; દુન્યવી નજરથી બચાવતી…..

કિન્તુ નજર લાગી જાય છે એને, પુરુષપ્રધાન ગૃહસ્થ માનસની

ઝટ કરાવો ગર્ભપરીક્ષણ, લાવો નિવેડો કરી નિરીક્ષણ

હોય પુનઃજો કન્યાભ્રૂણ, તો ઝટપટ લાવો એનો અંત

પહેલે ખોળેય જણ્યો છે પથરો, ફરી ના ખપે છોરી-ઉકરડો

મૂક માતા બિચારી! શું બોલે! કરવત મેલાણી કાળજે એને...

કું મને કરાવ્યું જાતિપરીક્ષણ, ને સળવળતો દીઠો કન્યા ભ્રૂણ...

ગર્ભસ્થ કન્યા વલવલતી ભૂખે, મા! મારે અવતરવું તારી કૂખે...

વહાલી જનેતા! જનમ આપી મને, લે ઓવરણાં હસતા મુખે...

મા! હું નહીં થાઉં કોઈના પગની જૂતી,

થાવું મારે લોપામુદ્રા-ગાર્ગી-વિદુષી

નહીં થાઉં હું સીતા દ્રૌપદી,

મારે થાવું રાણી ઝાંસીની

નથી જીવવું થૈ નારી અબળા

માડી! મારે મરવું થૈ વીરબાલિકા...

ને ઊભી થઈ ગઈ મક્કમ માતા

ઊતરી પડી વીજળી વેગે,

ગર્ભપાતના ટેબલ પરથી...