game kadaw to aawje - Free-verse | RekhtaGujarati

ગમે કાદવ તો આવજે

game kadaw to aawje

કાનજી પટેલ કાનજી પટેલ
ગમે કાદવ તો આવજે
કાનજી પટેલ

આવજે મારા છાપરે

જઈશું કોતરે

ચડશું ડુંગરે

મારો માલ કાદવિયો

પથરાળો ને કાંટાળો

મારો માલ ખટવાયો

ઊકળ્યો કે માખણિયો

ચાર મહિને દાણો થાય

રેલ વરસી ને

ફૂટી વેલ

ડોડીનાં કૂણાં પાન

પાન પીધાં ને

આંખ અણિયાળી

તારો માલ લોઢાનો

તાંબા પિત્તળ સોનાનો

તું એને ઉકાળી પીએ

ના પૂછ હું આમ કેમ બોલું?

મારી બોલી કાદવિયા

પાણી માટીની ગોઠવણ

તું કોરેકોરો

ગમે કાદવ તો આવજે

સોનાં ખોઈને આવજે

સ્રોત

  • પુસ્તક : દેશ
  • સર્જક : કાનજી પટેલ
  • પ્રકાશક : જોય બર્ક ફાઉન્ડેશન, અમદાવાદ
  • વર્ષ : 2018