Gaay - Free-verse | RekhtaGujarati

અમે તમારું દૂધ પીએ છીએ

માંસ ખાઈએ છીએ

તમારાં હાડકાં પાંસળીઓનાં

બેલ્ટ, બટન બનાવીએ છીએ

તમારી નસે નસને કચરી નાખીએ છીએ

તે પણ અમને મનુષ્યોને

વાતનું ઘણું દુઃખ છે

કે તમને કાપતી વખતે નીકળતી

તમારી ચીસનો કશો ઉપયોગ અમે કરી શકતા નથી

(અનુ. ગણપતલાલ ઝવેરી)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ