pahelaan to - Free-verse | RekhtaGujarati

પહેલાં તો

pahelaan to

સેમલ સુરેયા સેમલ સુરેયા
પહેલાં તો
સેમલ સુરેયા

પહેલાં તો માત્ર તારા હાથ આવ્યા હતા મારી અને એકલતાની વચ્ચે

પછી અચાનક બારણાં બેફામ ખૂલ્યાં'તાં

પછી તારો ચહેરો અને પછી તારી આંખો અને પછી તારા હોઠ

પછી બધુ આવ્યું.

એક પ્રકારની નિર્ભયતા આપણને વીંટળાઈ વળી'તી

તેં તારી લજજા ઉતારી અને દીવાલ પર લટકાવી દીધી

શિષ્ટાચારના નિયમોને મેં ટેબલ પર મૂકી દીધા

બધું રીતે બન્યું હતુ પહેલી વાર.

સ્રોત

  • પુસ્તક : કવિતા : ઑક્ટોબર ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન