ek lakwagrast natne - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક લકવાગ્રસ્ત નટને

ek lakwagrast natne

કનૈયાલાલ મ. પંડ્યા કનૈયાલાલ મ. પંડ્યા
એક લકવાગ્રસ્ત નટને
કનૈયાલાલ મ. પંડ્યા

બ... બ... બ... બ... બ...

બાદશાહે કે બીડી?

પ... પ... પ... પ...પ...

પેટ, પીડા કે પડદો?

ક... ક... ક... ક... ક...

કમલાબાઈ કર્ણાટકી કે કણસતી કાયા?

વ...વ... વ... વ... વ...

વન્સમોર! વન્સમોર!

કે વેદના અને વાડકી?

ન... ન... ન... ન... ન...

નાચ, નાટારંગ કે નર્કાગાર?

થ... થ... થ... થ... થ...

થા થૈ થક થૈ થા

કે થાક નર્યો થાક?

ફ... ફ... ફ... ફ... ફ...

ફટકાબાજ કે ફટકે સજા?

મ... મ... મ... મ... મ...

મા, મંચ કે મૃત્યુ?

સ્રોત

  • પુસ્તક : ઉદ્ગીથ (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સર્જક : કનૈયાલાલ મ. પંડ્યા
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1999