ek darmanthi - Free-verse | RekhtaGujarati

એક દરમાંથી

ek darmanthi

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
એક દરમાંથી
મણિલાલ દેસાઈ

એક દરમાંથી

બીજા દરમાં જાય તેમ

બે સુંવાળાં સફેદ સસલાં

એક છાતીના પોલાણમાંથી કૂદી બીજીમાં ભરાયાં,

ક્ષિતિજ પરથી દરિયો તરી આવેલો સૂરજ

કપડાં નિચોવતો,

કિનારાની ભીની રેતીમાં પગ પાડતો,

પથ્થર પર આવી ઊભો.

પથ્થર ખસ્યો

ને પેલાં સસલાં કબૂતર બની

મોભની બખોલમાં ઊડી ભરાયાં,

ત્યારે

સૂરજ બે કાળી દીવાલો વચ્ચે ચગદાઈ ગયો.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2