ek bapare - Free-verse | RekhtaGujarati

એક બપોરે

ek bapare

રાવજી પટેલ રાવજી પટેલ
એક બપોરે
રાવજી પટેલ

મારા ખેતરને શેઢેથી

'લ્યા ઊડી ગઈ સારસી!

મા,

ઢોચકીમાં છાશ પાછી રેડી દે.

રોટલાને બાંધી દે.

ચલમની તમાકુમાં કસ નથી;

ઠારી દે તાપણીમાં

ભારવેલો અગની.

મને મહુડીની છાંય તળે

પડી રહેવા દે.

ભલે આખું આભ રેલી જાય,

ગળા સમું ઘાસ ઊગી જાય,

અલે એઈ

બળદને હળે હવે જોતરીશ નઈં...

મારા ખેતરને શેઢેથી

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989