e loko ane hun - Free-verse | RekhtaGujarati

એ લોકો અને હું

e loko ane hun

વિપિન પરીખ વિપિન પરીખ
એ લોકો અને હું
વિપિન પરીખ

એ લોકોએ ઈસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,

એ લોકોએ સૉક્રેટીસને ઝેર પાઈને માર્યો,

એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાખ્યો.

પણ

એ લોકો મને નહીં મારી શકે.

કારણ

હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો.

સ્રોત

  • પુસ્તક : આશંકા (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સર્જક : વિપિન પરીખ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1975