dwidha - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અને આલિશાન ઈમારત તરફ

ઈશારત કરી તેમણે મને કહ્યું :

‘ફ્રેડરિક! બિલ્ડિંગની કેટલી કિંમત હોઈ શકે?’

હું ખામોશ રહ્યો.

પણ અચાનક શબ્દો હવામાં તરવા લાગ્યા.

‘ચોવીસ લાખ રૂપિયા!’

સાંભળી મને કોઈ આશ્ચર્ય થયું.

કદાચ ચોવીસ કરોડ હોય તોય શું?!

અહીં કેટલુંક શક્ય છે

કેટલુંક અશક્ય....

નેપોલિયને ઇમ્પોસિબલનો છેદ ઉડાડ્યો.

તેમ

સામ, દામ, દંડ ને ભેદથી તેઓ પણ

ઘણા છેદ ઉડાડી શકે છે.

હથેલીને મેઘધનુષના રંગોથી રંગી શકે છે.

શાહજહાં પ્રિયતમાના મૃતદેહ પર

આરસનો મહેલ સર્જી શકે,

ઓનાસિસ પત્નીને ખુશ રાખવા–

અલાયદો ટાપુ ખરીદી શકે.

પણ....કાળી મજૂરી કરનારો,

રોટલાને ટૂકડો ના પામી શકે?

પોતાનું એક નાનકડું ઘર હોય

એનો પરિતોષ

જીવનમાં તો શું

સ્વપ્નમાંય તે લઈ શકતો નથી.

એનો વારસો માત્ર દરિદ્રતા!

એક પૈસાથી જીવનને ખરીદી શકે છે,

સ્વર્ગમાં મહાલી શકે,

જિંદગીને સુખથી શણગારી શકે!

પણ....બીજો?!!

સ્રોત

  • પુસ્તક : એકલવ્યનો અંગૂઠો (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : નીલેશ કાથડ
  • પ્રકાશક : શિલ્પા પ્રકાશન
  • વર્ષ : 1987