diwo gerkaydesar - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દીવો ગેરકાયદેસર

diwo gerkaydesar

કાનજી પટેલ કાનજી પટેલ
દીવો ગેરકાયદેસર
કાનજી પટેલ

દેવે દીધું કોડિયું

દેશનું ને દેહનું

એમાં પૂર્યું તેલ

દીવો સળગાવીને મૂક્યો

ઘર વચ્ચે અમે

દીવો દેખે કે

અડીખમ મા અને બાપ

પછી દીવો નિશાળમાં મૂક્ચો

નિશાળિયાં રમે

ને અજવાળે ભાવિ

હવે દીવો ચાલ્યો ગામના ચોતરે

જોયા ડાહ્યા અને પરગજુ વડીલ

પછી દીવો ગયો વગડે

જોયું, વનસી ઊભી હતી

અબોલ પશુપંખીને કાજ

ત્યાંથી દીવો ગયો

હસ્તિનાપુરની સભામાં

કોઈક બેઠા છે

દાવ રમે છે

માલ જુએ

માર મારે ને

ખાતર પાડે કાયદેસર

સામે બોલે એને ઝાલે કાયદેસર

એક માત્ર દીવો બળે ગેરકાયદેસર

રસપ્રદ તથ્યો

(કવિની નોંધ : પ્રારંભ નિમાડી લોકગીતથી પ્રેરિત)

સ્રોત

  • પુસ્તક : એતદ્ - ઓકટોબર-ડિસેમ્બર 2021,અંક -232 (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : કમલ વોરા– કિરીટ દૂધાત
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર