બા, તમારી સાથે બજારમાં જવાનું મને કેટલું બધું ગમતું! ફૅન્સી રેશમના દોરાથી ભરેલી શાકની ઝોળી
રૂપિયાની થોડી નોટો
ને થોડું પરચુરણ લઈ
આપણે ઘોડાગાડીમાં બેસી જતાં. તમને બધા ઓળખતા. રસ્તા પરના દુકાનદારો
તમને ‘આવો’ ‘પધારો’ કહેતા
શાકવાળાને, ફળવાળાને ખુશ કરી
મને ભાવતાં શાક, ફળો તમે લેતા
અને ક્યારેક
કપડાંની દુકાનેથી
મારું મનપસંદ કપડું લઈ
મારે માટે ફ્રોક કે ચણિયાચોળી સીવવા દરજીને આપતાં. બજારનું કામ પતે એટલે
એ જ તમારો વર્ષો જૂનો ઠેરવેલો ઘોડાગાડીવાળો
આપણને ઘેર લાવતો. યાદ આવે છે - એક વાર
તમે શાકના ભાવની રકઝક કરતાં’તાં
ત્યારે
તમારી નજર ચુકાવી
હું
રમકડાની દુકાનમાં ગોઠવેલાં
નવાં નવાં રમકડાં જોવામાં ગોઠવાઈ ગઈ, તમને સાવ વિસારીને! તમે
બાવરાં બાવરાં
એક એક દુકાન તપાસી ચૂક્યાં
પછી
નીચી આંખે વાસણને કલાઈ કરતા માણસને
એક પગ પૈડાં પર રાખી ચપ્પુની ધાર કરનારને
ચમેલી મોગરાના ગજરા ગૂંથતી મરાઠી બાઈને - સૌને પૂછી વળ્યાં
કે
ક્યાંય એમણે મને જોઈ હતી? સૌએ માથું ધુણાવી ના પાડી હતી. આંખમાં આંસુ સાથે
ને
અધ્ધર જીવે
સામેના મંદિરમાં ડોકિયું કરી
સૌની રક્ષા કરતા ઊભેલા કૃષ્ણને
હોઠ ફફડાવી (મનમાં માનતા માની) તમે પૂછી લીધું હતું. એક મિનિટ તો
ફૂટપાથ પરના ગરીબ જ્યોતિષીના પીંજરામાંથી
લોકોના ઉજ્જવળ ભવિષ્ય ભાખનાર ચકલી પાસેય
તમારા પગ અટક્યા હતા
શું કરવું -ની મૂંઝવણમાં
તમે રમકડાંની દુકાન પાસે જ ઊભાં હતાં. હું અંદરથી બહાર આવી
આપણી એકમેકની આંખ જેવી મળી
કે
દોડીને તમે મને તમારી છાતી સરસી એવી ચાંપી
કે ક્યારેય વછૂટી ન શકું.
બા, આજેય હજી
પરિચિત છતાંય અપરિચિત લોકો વચ્ચે
મારી અવરજવર છે
પગપાળી, એકલી
આ બજારમાં…
ba, tamari sathe bajarman jawanun mane ketalun badhun gamtun! phensi reshamna dorathi bhareli shakni jholi
rupiyani thoDi noto
ne thoDun parachuran lai
apne ghoDagaDiman besi jatan tamne badha olakhta rasta parna dukandaro
tamne ‘awo’ ‘padharo’ kaheta
shakwalane, phalwalane khush kari
mane bhawtan shak, phalo tame leta
ane kyarek
kapDanni dukanethi
marun manapsand kapaDun lai
mare mate phrok ke chaniyacholi siwwa darjine aptan bajaranun kaam pate etle
e ja tamaro warsho juno therwelo ghoDagaDiwalo
apanne gher lawto yaad aawe chhe ek war
tame shakna bhawni rakjhak kartan’tan
tyare
tamari najar chukawi
hun
ramakDani dukanman gothwelan
nawan nawan ramakDan jowaman gothwai gai, tamne saw wisarine! tame
bawran bawran
ek ek dukan tapasi chukyan
pachhi
nichi ankhe wasanne kalai karta manasne
ek pag paiDan par rakhi chappuni dhaar karnarne
chameli mograna gajra gunthti marathi baine saune puchhi walyan
ke
kyanya emne mane joi hati? saue mathun dhunawi na paDi hati ankhman aansu sathe
ne
adhdhar jiwe
samena mandirman Dokiyun kari
sauni raksha karta ubhela krishnne
hoth phaphDawi (manman manata mani) tame puchhi lidhun hatun ek minit to
phutpath parna garib jyotishina pinjramanthi
lokona ujjwal bhawishya bhakhnar chakli pasey
tamara pag atakya hata
shun karawun ni munjhawanman
tame ramakDanni dukan pase ja ubhan hatan hun andarthi bahar aawi
apni ekmekni aankh jewi mali
ke
doDine tame mane tamari chhati sarsi ewi champi
ke kyarey wachhuti na shakun
ba, aajey haji
parichit chhatanya aprichit loko wachche
mari awarajwar chhe
pagpali, ekli
a bajarman…

સ્રોત
- પુસ્તક : અરસપરસ (પૃષ્ઠ ક્રમાંક 20)
- સર્જક : પન્ના નાયક
- પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
- વર્ષ : 1989