ધાર્યું નિશાન રમકડાંનું
Dharyu Nishan Ramakada nu
એરીક ફ્રીડ
Erich Fried
એરીક ફ્રીડ
Erich Fried
ફેંકવા, રમકડાં
બૉમ્બને બદલે,
ભૂલકાઓનાં ઉત્સવ પ્રસંગે,
એ
'માર્કેટ રીસર્ચ્સ' અનુસાર
નિઃશંકપણે એક છાપ પાડશે.
ખરે જ.
સમગ્ર વિશ્વ પર
એક અદ્ભુત છાપ પડી ગઈ.
* * *
જો વિમાનમાંથી
એક પખવાડિયાં અગાઉ
રમકડાં ફેંક્યાં હોત
અને
આજે બૉમ્બ!
ભલું થાત તમારી ભલમનસાઈનું
કે
એ બે અઠવાડિયા દરમ્યાન
મારાં બે બાળકોને
રમવા–ખેલવા
કંઈક તો મળ્યું હોત.
(અનુ. કેતન ગાંધી)
રસપ્રદ તથ્યો
વિયેટનામી 'બાળકોનાં ઉત્સવ'ના દિવસે, જે ગામડાંઓમાં તાજેતરમાં જ બાળકો બૉમ્બમારાથી મૃત્યુશરણ થયાં હતાં, એ ગામડાંઓમાંય અમેરિકી બૉમ્બર્સ, રમકડાંઓ વરસાવતાં હતાં.
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 93)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
