રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદાદા શાંતિથી એમના ખંડમાં એકલા બેઠા હોય અને
કોઈ નાનું બાળક ત્યાં તોફાન કરતું પહોંચી જાય
ને દાદા જાણે ઊઠીને પકડવાના હોય એમ
પગ લાંબો કરતાં બોલે,
‘ઊભો રહેજે આવું છું પકડવા.’
ને બાળક તુડબુડ તુડબુડ નાસી જાય
પાછળ જોતું જોતું, ને દૂર જઈ જોયા કરે,
એમ આ દરિયાને કિનારે કાગડાઓ
છેક પાણી સુધી પહોંચી જાય છે ઠેકતા
ત્યારે
એકાદ મોજું જોરથી ધસી આવે છે એમના તરફ
ને કાગડાઓ ઝડપથી ઠેકતા ઠેકતા
પાછળ જોતા જોતા દૂર જઈ ઊભા રહી જાય છે.
દાદા આમ તો આખો વખત શાંત જ બેસી રહે
ક્યારેક ગમ્મત કરાવે,
એમની મૂછો કોઈ ખેંચે
કે એમના ઉપર બેસી ઘોડો ઘોડો રમે
તોય કાંઈ બોલે નહિ.
પણ કોઈ વાર જો ગુસ્સે થઈ જાય તો
આખા ઘરને ધ્રુજાવી મૂકે.
આ સામેના દરિયાને જોઉં છું ત્યારે મને એનામાં,
કોણ જાણે કેમ
મારા દાદા જ દેખાયા કરે છે.
dada shantithi emna khanDman ekla betha hoy ane
koi nanun balak tyan tophan karatun pahonchi jay
ne dada jane uthine pakaDwana hoy em
pag lambo kartan bole,
‘ubho raheje awun chhun pakaDwa ’
ne balak tuDbuD tuDbuD nasi jay
pachhal jotun jotun, ne door jai joya kare,
em aa dariyane kinare kagDao
chhek pani sudhi pahonchi jay chhe thekta
tyare
ekad mojun jorthi dhasi aawe chhe emna taraph
ne kagDao jhaDapthi thekta thekta
pachhal jota jota door jai ubha rahi jay chhe
dada aam to aakho wakhat shant ja besi rahe
kyarek gammat karawe,
emni muchho koi khenche
ke emna upar besi ghoDo ghoDo rame
toy kani bole nahi
pan koi war jo gusse thai jay to
akha gharne dhrujawi muke
a samena dariyane joun chhun tyare mane enaman,
kon jane kem
mara dada ja dekhaya kare chhe
dada shantithi emna khanDman ekla betha hoy ane
koi nanun balak tyan tophan karatun pahonchi jay
ne dada jane uthine pakaDwana hoy em
pag lambo kartan bole,
‘ubho raheje awun chhun pakaDwa ’
ne balak tuDbuD tuDbuD nasi jay
pachhal jotun jotun, ne door jai joya kare,
em aa dariyane kinare kagDao
chhek pani sudhi pahonchi jay chhe thekta
tyare
ekad mojun jorthi dhasi aawe chhe emna taraph
ne kagDao jhaDapthi thekta thekta
pachhal jota jota door jai ubha rahi jay chhe
dada aam to aakho wakhat shant ja besi rahe
kyarek gammat karawe,
emni muchho koi khenche
ke emna upar besi ghoDo ghoDo rame
toy kani bole nahi
pan koi war jo gusse thai jay to
akha gharne dhrujawi muke
a samena dariyane joun chhun tyare mane enaman,
kon jane kem
mara dada ja dekhaya kare chhe
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 342)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004