koi jotun wat - Free-verse | RekhtaGujarati

કોઈ જોતું વાટ

koi jotun wat

પ્રીતમ લખલાણી પ્રીતમ લખલાણી
કોઈ જોતું વાટ
પ્રીતમ લખલાણી

વિચારોના વંટોળે

ઊછળી ઊછળીને શમી ગયેલ દરિયે

સૂર્ય ડૂબ્યા પછી

ઉતરી આવેલ અંધકારે

ફાનસ પેટાવવા

કરેલ દીવાસળી

ટેરવાંને અડી જતાં

ચચરી ઊઠે છે વેદના આખે શરીરે

કાંઠાથી

દૂર થઈ ગયેલ રેતી

આવી પહોંચી છે

છેક હવે ફળિયા લગી

સમી સાંજે

બાળકોને રેતીમાં ઘર બનાવતાં જોઈ

ઉંબરે ગુમસૂમ બેઠેલ

બિચારી ખારવણ

હોઠ ખોલીને કહી પણ શકતી નથી

કે તમે

એકાદ દ્વાર ખુલ્લું રાખજો

મારા ખારવા માટે!

સ્રોત

  • પુસ્તક : ટહુકે વરસ્યું આભ (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2010