હું તને ઝરણ મોકલું
hun tane jharan moklu
લતા હિરાણી
Lata Hirani

હું તને ઝરણ મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને દરિયો મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને પંખી મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને આખું આભ મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
જા, હવે બહુ થયું
હું મૌન વહેતું કરું છું
તું મારાં આભ, દરિયો ને પાંખ
પાછાં મોકલ.



સ્રોત
- પુસ્તક : ઝરમર (પૃષ્ઠ ક્રમાંક 6)
- સર્જક : લતા હિરાણી
- પ્રકાશક : પ્રવીણ પબ્લિકેશન
- વર્ષ : 2016