baavaa aadamnun gadhedun bhuunkyun - Free-verse | RekhtaGujarati

બાવા આદમનું ગધેડું ભૂંક્યું

baavaa aadamnun gadhedun bhuunkyun

વરદરાજ પંડિત વરદરાજ પંડિત
બાવા આદમનું ગધેડું ભૂંક્યું
વરદરાજ પંડિત

બાવા આદમનું ગધેડું ભૂંક્યું

ત્યારથી અનેક અનેક ગધેડાં થતાં આવ્યાં છે...

એક વખત એક ગધેડો હતો

બેઠો હતો

એની બાજુમાં બીજો ગધેડો આવી બેસી ગયો

પછી ત્રીજો આવી બેસી ગયો

પછી તો ચોથો...પાંચમો... છઠ્ઠો...

પછી તો ચાલ્યું...

ગધેડાની બાજુમાં ગધેડાં બેસે એવો નિયમ થઈ ગયો

એવામાં એક સાવ ગધેડો ગધેડો આવ્યો

સ્હેજ બેઠો અને સ્હેજમાં ઊભો થઈ ગયો

'હું ગધેડા સાથે બેસું એવો ગધેડો નથી

વારાફરતી બધા બાજુમાં જોવા લાગ્યા

બધા વારાફરતી ઊભા થયા

અને કોઈને ગધેડાની બાજુમાં બેસવું નથી

બધા ગધેડા

પણ કોઈ બાજુમાં ગધેડાને પસંદ કરે

એક ગધેડો હતો

બેઠો હતો

બેસી રહ્યો

બધા ગધેડા ઊઠીને જતા રહ્યા

એટલે ગધેડા તરીકે ગધેડો મટી ગયો

સ્રોત

  • પુસ્તક : હું એટલે હું નહીં ને - (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સર્જક : વરદરાજ પંડિત
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1990