tannwa mata nai awwana - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તાંણવા માટ્અ નૈ આવવાના

tannwa mata nai awwana

સાહિલ પરમાર સાહિલ પરમાર
તાંણવા માટ્અ નૈ આવવાના
સાહિલ પરમાર

જી-પાંણી લ્યા ખાંવ તમે નઅ

ચૂહી ચૂહી ખોખલું કરી

અમનઅ આલો ખેંચવા માટઅ

ખોખલું કાલી ચીરવાં માટઅ

મોટ્ટુ જાંણી દાંન કર્યું ઈમ કે’તઅ કે’તઅ :

‘લ્યો *નાંવ,

લૈ જાંવ આનઅ

ચૂહવા માટઅ

ભેજો, ગુલ્લી કૈડવા માટઅ

કોંકણી કરી સેકવા માટઅ

ચાંમ્ડાં ધોઈ કમાંવ લ્યા આંનઅ

ઢહડી તાંણી જાંવ

(પોતાના માણસો તરફ ફરીને)

ચાં હુદી લ્યાં હાંભળો આવું?

ચાં હુદી લ્યા હાંભળ્યા કરો?

ઘેલફાડ્યાંનઅ કૈ દો, અમે નૈ લૈવાના

ચૂહજો ભેજો, કૈડજો ગુલ્લી

કોંકણી કરી સેકજો તમે

આર ઘોંચીનઅ

છરીથી ઉખેડજો તમે

કુંડમં છબ્ છબ્ કરજો તમે

ચાંમડા રંગી વેચજો તમે

જાંવ *નાંવ

નૈ આવવાના

તાંણવા માટઅ નૈ આવવાના

આંબવાડિયા નાખજો ગોડી

તોડાય એટલા નાખજો તોડી

ફોડાય એટલા નાખજો ફોડી

ભોડા, ઢેકા નં મુંવાળા

પણ અમે તો નૈ આવવાના

તાંણવ માટઅ નૈ આવવાના

દ્યો ફેંકી ‘લ્યા આર છરી નઅ

નાખો દૂણી છાસની ફોડી

લૈ દાતેડા હાબદા ર’જો

આવ ઘોડીનાઓ જો ચડી

આંતેડાઓ નાખજો ફાડી

કકડા કકડા નાખજો કરી

બોટ્ટી બોટ્ટી નાખજો કરી

ગધ્ધાડીની હું હમજી છઅ

આપણનઅ ભાત નઅ કઢી?

કાંય કરો તો કાંય નૈ પણ

ખપી જજો ખપવું પડઅ

મરી જજો મરવું પડઅ

પણ જશો ના ખેંચવા માટઅ

ખોખલા ખાલી

ચીરવા માટઅ

ના જશો લ્યા ના જશો લ્યા

ચૂહઈ જેલા ખોખલા ખાલી

ખેંટવા માટઅ

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી દલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : નીરવ પટેલ
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 2010