sita - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સમાચાર

પોતાને જબરજસ્તી ઉપાડી ગયેલા

રાવણના કટકા કરી સમુદ્રમાં પધરાવી

અયોધ્યા પાછી ફરેલી સીતાએ

આપ્યો છે રામને આદેશ અગ્નિપ્રવેશનો,

સ્ટોપ પ્રેસ

સ્ત્રીઓને રમકડું સમજતા પુરૂષોને અપરાધી ઠેરવતા

એક ‘સનાતન’ ચુકાદામાં તાજના સાક્ષી બનેલા હનુમાન અને વિભીષણ.

સ્રોત

  • પુસ્તક : મશાલ (પૃષ્ઠ ક્રમાંક 54)
  • પ્રકાશક : જાતિ નિર્મૂલન સંકલન સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1987