magaphli pholnar - Free-verse | RekhtaGujarati

મગફળી ફોલનાર

magaphli pholnar

બિપિન મેશિયા બિપિન મેશિયા
મગફળી ફોલનાર
બિપિન મેશિયા

મગફળી ફોલી રહ્યાં છે દાંત

કચકચ ના કશી બીજી

હલે બે હાથ ને બે હોઠ રાતા (શાંત?)

હલચલ ના કશી બીજી

અહીં ફેલાયેલા બે પગ

–નળા લોખંડની બે નાળ શા

વચ્ચે ખરે છે મગફળી ફોલાયલી

મુખયંત્રથી

ઓરી શકે ના એક પણ દાણ

ક્ષુધાતુર મુખ મહીં

ને સાંજ પડતામાં થતો ઢગ:

મગફળીના માંડ દાણા પાંચ પાલી

ફોતરાં બાકી રહેલાં

ઝણઝણે છે શૂન્ય–ખાલી!

તેલનું ટીપું નથી ઘરમાં

નથી પ્રસ્વેદમાં પણ તેલ સરખી વાસ,

રાતીચોળ રાતીચોળ મૂગી આંખથી

તણખા ઝરે તણખા ઝરે...