ek bekarni kawita - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક બેકારની કવિતા

ek bekarni kawita

ગોવિંદ પરમાર ગોવિંદ પરમાર
એક બેકારની કવિતા
ગોવિંદ પરમાર

શાળા છોડવાનું પ્રમાણપત્ર લઈને

હાઈસ્કૂલનો દાદરો ઊતરતાં ઊતરતાં

પાળેલી એષણાઓ

આજે મારાં મેલાંદાટ પ્રમાણપત્રો પર

ખંડેર બનીને આક્રંદી રહી છે.

સતત ‘Sorry’ નો ચારો ચરતું મારું Degree Certificate

બે બે વરસથી

મારા નામની શરણાઈને દૂર હડસેલી રહ્યું છે.

મારી મૂંઝવણોના વનમાં

Overage નામનો રાક્ષસ

આવીને વસે તે પહેલાં

મને કોઈ અલાઉદ્દીનના જાદુઈ ચિરાગની વારતા તો કહો.

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : ચંદુ મહેરિયા
  • પ્રકાશક : દલિત સાહિત્ય સંઘ
  • વર્ષ : 1984