chyam’lya atalun phatti jyun sa? - Free-verse | RekhtaGujarati

ચ્યમ’લ્યા આટલું ફાટ્ટી જ્યું સ?

chyam’lya atalun phatti jyun sa?

શંકર પેઇન્ટર શંકર પેઇન્ટર
ચ્યમ’લ્યા આટલું ફાટ્ટી જ્યું સ?
શંકર પેઇન્ટર

ચ્યમ’લ્યા આટલું ફાટ્ટી જ્યું સ?

મારા હૉમું હેંડત હાળા,

લગીરેય તન બીક લાજી?

પૂછજે તારા વાહમાં જઈન

હું કુણ સુ તન કેહ તો

લેંબડે બાંધી બાપ તારા

ધોકે ધોકે ધધડાયો’તો!

મેલ્લામાંથી ડોશીઓ આયી

ખોળા પાથરી સોડાયો’તો!

દૂણી લઈન સાસ લેવા,

આવજે હવ ગામમાં હાળા.

હાદ પડાવું આંયથી જઈને,

બંધ કરી દો દાડિયાઓન.

પોલીસ પટલ, સરપંચ મારો,

તલાટી મંતરી મારો,

ગામનો આખો ચોરો મારો,

તાલુકાનો ફોજદાર મારો,

જોઈ લે આખો જિલ્લો મારો,

મોટ્ટા મોટો પરધાંન મારો,

દિલ્લી હુદી વટ્ટ મારો.

કુણ તારું? કુણ તારું?

કુણ તારું? કુણ સે તારું?

ધારું તો લ્યા ઠ્ઠેર મારું.

ચ્યમ’લ્યા આટલું ફાટ્ટી જ્યું સ?

મારા હૉમું હેંડત હાળા

લગીરેય તને બીક ના લાજી.

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : પ્રવીણ ગઢવી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2012