chhutakaro - Free-verse | RekhtaGujarati

છૂટકારો

chhutakaro

ગેવિન એવર્ટ ગેવિન એવર્ટ
છૂટકારો
ગેવિન એવર્ટ

અમુક સમય પછી તો બધી પત્નીઓ, જ્યારે

ધણી મરણ પામ્યો હોય, કે તેનાથી છૂટો પડ્યો હોય અને દીકરા-દીકરાઓ

પોતાને રસ્તે પડી ગયાં હોય ત્યારે,

તેઓ હાશ! નિરાંતનો શ્વાસ લે છે-કહો કે હવે તેનો પુનર્જન્મ અને નવું જીવન શરૂ થાય છે.

“પૉટરી”ના વર્ગો ભરી શકે છે, જુવાનિયાઓનો માદક સંગ માણી શકે છે,

પોતાની બહેનો સાથે (કોઈ પણ તાણ વિના) રહેવા જઈ શકે છે, ફૂલ છોડ ઉછેરી શકે છે

અથવા જલસામાં જઈ શકે છે.

તેઓ ફરી એક વાર મુક્તિ અનુભવે છે, તેમને હવે કદીય

સ્વાર્થી કુટુમ્બીજનો માટે ગુલામી નહીં કરવી પડે.

હવે ઝંખેલું નંદનવન તેમને મળ્યું છે.

પત્નીના શબ્દકોષમાં પતિ એટલે ઘોરતો, નસકોરતો, કંટાળો આપતો,

લઢકણો, પીધેલો, ગંદોગોબરો-આ બધાં અચ્છાં અચ્છાં વિશેષણો છે.

દીકરીઓ ફૂવડ અને દીકરાઓ વ્યભિચારી,

પણ હવે, હવે તેને તે કોઈની ચિંતા નહીં કરવી પડે

તેમની ફરજ પૂરી થઈ છે. હવે તે સ્વતંત્ર છે! મુક્તિ કેટલી અદ્ભુત છે!

તેમને ઘણી વાર હજીય આશ્ચર્ય થયા કરે છે કે તેમણે લગ્ન શા માટે કર્યાં!

(અનુ. શકુન્તલા મહેતા)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑગસ્ટ, ૧૯૭૭ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ