રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆ ડ્રગ્ઝ, આ સ્મગલિંગ, આ બ્લેક-માર્કેટિંગ
આ બદલાયેલા સેક્સ્યુઅલ કોન્સેપ્ટ્સ, આ મોડલિંગ
થોડોક ડિસ્કાઉન્ટ નબળી ચીજો માટે
ને એક્સ્ટ્રા પેમેન્ટ ઓવરટાઈમ માટે ઓફિસમાં–
હજીયે ભણાવ્યે જાઉં છું છોકરીઓને કોલેજમાં
મૃચ્છકટિક, રઘુવંશમ્ ને શાકુંતલ
હજીયે આ પડતી સંસ્કૃતિના તિતરબિતર દિવસોમાં
શીખવ્યે જાઉં છું ‘સરસ્વતીચંદ્ર’ની ગુણિયલનો ગૃહસંસાર
ને વર્ગમાં ભણતી દરેક છોકરી ઝંખે છે
એવા એક નાનકડા ઘરને
જેનાં વાંસ અને બદામડીનાં પર્ણોમાં માળા હોય ચકલાં ને કાબરના
મધમાખીઓ ગણગણતી હોય એણે સાંભળેલી વાર્તાઓ જેવી
પ્રાંગણના આંબાની ડાળ ઉપર–
મધમધતું હોય ગુલાબ અને મોગરાથી એનું નનકુંક પ્રાન્તર
ને એ બપોરની વિશ્રંભકથાઓ વેળાએ
વાંચતી હોય કોઈ નવી કવયિત્રીનો કાવ્યસંગ્રહ–
પણ અચાનક અટકી ગયેલા ટ્રાફિકમાં
ને હોલવાઈ ગયેલી સીલિંગની નીઓન લાઈટ્સનમાં
એને ખબર પડે છે કે
જ્યાં એ હોવી જોઈએ ત્યાં એ નથી, એના કેન્દ્રમાં ધરી નથી ધારિત્રીની
ને એણે કલ્પેલા ઘરમાં કી એનું નામ સુદ્ધા જાણતું નથી
અને અચાનક મધપૂડા પર પથ્થર વાગી જતાં
મધમાખીઓ વ્હાવરી બનીને પુનઃ પુનઃ શોધ્યા કરે પેલી આંબાની ડાળને
એમ એ ગોત્યા કરશે
મકાનના તળિયાથી પરની વિલાયતી ટાઈલ્સ લગી
બાથરૂમમાં, કિચનમાં, દીવાનખાનામાં, બેડરૂમની બારી બહાર તૂટેલા
આકાશમાં – એનું ઘર
જે નવલકથાઓ અને મહાકાવ્યો શીખતાં શીખતાં
સતત બાંધ્યાં કર્યું હતું વર્ષોથી એના હૃદયમાં–
શબ્દોનાં ઈંટ અને પ્લાસ્ટર ઓફ પેરિસથી...
aa Dragjh, aa smagling, aa blek marketing
a badlayela seksyual konsepts, aa moDling
thoDok Diskaunt nabli chijo mate
ne ekstra pement owartaim mate ophisman–
hajiye bhanawye jaun chhun chhokrione kolejman
mrichchhaktik, raghuwansham ne shakuntal
hajiye aa paDti sanskritina titarabitar diwsoman
shikhawye jaun chhun ‘saraswtichandr’ni guniyalno grihsansar
ne wargman bhanti darek chhokri jhankhe chhe
ewa ek nanakDa gharne
jenan wans ane badamDinan parnoman mala hoy chaklan ne kabarna
madhmakhio ganaganti hoy ene sambhleli wartao jewi
pranganna ambani Dal upar–
madhamadhatun hoy gulab ane mograthi enun nankunk prantar
ne e baporni wishrambhakthao welaye
wanchti hoy koi nawi kawyitrino kawysangrah–
pan achanak atki gayela traphikman
ne holwai gayeli silingni nion laitsanman
ene khabar paDe chhe ke
jyan e howi joie tyan e nathi, ena kendrman dhari nathi dharitrini
ne ene kalpela gharman ki enun nam suddha janatun nathi
ane achanak madhpuDa par paththar wagi jatan
madhmakhio whawri banine pun pun shodhya kare peli ambani Dalne
em e gotya karshe
makanna taliyathi parni wilayati tails lagi
bathrumman, kichanman, diwankhanaman, beDrumni bari bahar tutela
akashman – enun ghar
je nawalakthao ane mahakawyo shikhtan shikhtan
satat bandhyan karyun hatun warshothi ena hridayman–
shabdonan int ane plastar oph peristhi

સ્રોત
- પુસ્તક : અક્ષરા (પૃષ્ઠ ક્રમાંક 53)
- સંપાદક : યોસેફ મૅકવાન
- પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા
- વર્ષ : 2007