chhatanya - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જન્મે મળેલા

ને પછી ખોયેલા

શરીરના

એકાદ અવયવ વિના

જીવી શકાય

અને છતાંય

એની ખોટ સતત સાલે

એમ

હું જીવું -ભારત વિના…!

સ્રોત

  • પુસ્તક : નિસ્બત (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સર્જક : પન્ના નાયક
  • પ્રકાશક : મિહિકા પબ્લિકેશન્સ
  • વર્ષ : 1984