Chhapu - Free-verse | RekhtaGujarati

છાપું

મારે ત્યાં રોજ આવે છે

સવારના પહોરમાં

હું ખોલતી નથી

ઘટનાઓ, સમાચારો

ખૂણેખાંચરેથી, ઠેરઠેરથી

કાળામશ...

હું એના પર પાથરી દઉં છું

લીલ્લાંછમ શાકભાજી

ચૂંટવા માટે,

ને ક્ષણિક

સંતોષ લઉં છું

કોઈ માસૂમ બાળાને ઢાંક્યાનો!

સ્રોત

  • પુસ્તક : સાવ કોરો કાગળ (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : લતા હિરાણી
  • પ્રકાશક : ગૂર્જર પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2024