ભીખલો બોલે છે
Bhikhlo Bole Chhe
ઉમેશ સોલંકી
Umesh Solanki

રૉ...મ,
મું નહીં સમ્બૂક
કઅ્ ધૅડ દઈન્
તું મૉથું પાડ
દો...ણ,
મું નહીં એચલવ્ય
કઅ્ કૅય મન્ તું :
'બુચ્ચ લઈન્ અંગૂઠો વાઢ !'
મું તો
ભીખલો સું ભીખલો
મફતમંઅ્ કૉય કરે કઅ્ મૉંગે
તો મણની ભૉંડે ગાર.



સ્રોત
- પુસ્તક : અણસાર (પૃષ્ઠ ક્રમાંક 112)
- સર્જક : ઉમેશ સોલંકી
- પ્રકાશક : નિર્ધાર પ્રતિબદ્ધ સાહિત્ય મંચ
- વર્ષ : 2021