bhejal andhkarman - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભેજલ અન્ધકારમાં...

bhejal andhkarman

જયદેવ શુક્લ જયદેવ શુક્લ
ભેજલ અન્ધકારમાં...
જયદેવ શુક્લ

ગભારામાં હીજરાતા

તાંબાના નાગને

કચડતો

ફૂલોની ગન્ધવાળો

ભેજલ અન્ધકાર..

નાગને માથે

ખીલેલું

જાસૂદનું ફૂલ.

દીવાની સ્થિર સળગતી જ્યોત.

મન્દ્ર ગાન્ધારમાં

કડકડાટ મહિમ્ન બોલતો

વરસાદ.

નગારાં બજી ઊઠે છે.

આરતી પ્રગટે છે.

બેઠેલો નન્દી ઉછળે છે.

ભેજલ અન્ધકારમાં

આગિયા રેલાય છે...

સ્રોત

  • પુસ્તક : પ્રતીપદા (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગેશ પટેલ
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2015