રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબેડાં મૂકીન તમે બેસજો ઘડીક
હું તો સુક્કા સરોવરનો ઘાટ;
વીરડા ગાળીન પછી ભરજો નિરાંતવાં
મારો ખાલીખમ ઉચાટ.
તમને જોયાં ને પાંચ પગલાંની એકવાર
હૈયે જડેલ ભાત સાંભરે,
એકવાર છલછલતા હિલ્લોળે પોંખ્યાના
કંકુ-ચોખાની વાત સાંભરે
મને પથ્થરના શમણાના સમ્મ, ફરી જાગે રે
તે દીનો ભીનો તલસાટ...
ઝાંઝરના મૂંગા રણકાર સમું ગામ
આમ ટળવળતું ટળવળતું જાય!
ઝાંઝવાની પરબો રેલાય તોય વાયરાની
તરસી વણઝાર ના ધરાય!
વાત વાદળ કે કાજળની કરતાં જાજો રે,
વાત સૂરજ કે છૂંદણાંની કરતાં જાજો રે,
નકર નૈ ખૂટે નોંધારી વાટ...
વીરડા ગાળીન પછી ભરજો નિરાંતવાં
મારો ખાલીખમ ઉચાટ!
beDan mukin tame besjo ghaDik
hun to sukka sarowarno ghat;
wirDa galin pachhi bharjo nirantwan
maro khalikham uchat
tamne joyan ne panch paglanni ekwar
haiye jaDel bhat sambhre,
ekwar chhalachhalta hillole ponkhyana
kanku chokhani wat sambhre
mane paththarna shamnana samm, phari jage re
te dino bhino talsat
jhanjharna munga rankar samun gam
am talawalatun talawalatun jay!
jhanjhwani parbo relay toy wayrani
tarsi wanjhar na dharay!
wat wadal ke kajalni kartan jajo re,
wat suraj ke chhundnanni kartan jajo re,
nakar nai khute nondhari wat
wirDa galin pachhi bharjo nirantwan
maro khalikham uchat!
beDan mukin tame besjo ghaDik
hun to sukka sarowarno ghat;
wirDa galin pachhi bharjo nirantwan
maro khalikham uchat
tamne joyan ne panch paglanni ekwar
haiye jaDel bhat sambhre,
ekwar chhalachhalta hillole ponkhyana
kanku chokhani wat sambhre
mane paththarna shamnana samm, phari jage re
te dino bhino talsat
jhanjharna munga rankar samun gam
am talawalatun talawalatun jay!
jhanjhwani parbo relay toy wayrani
tarsi wanjhar na dharay!
wat wadal ke kajalni kartan jajo re,
wat suraj ke chhundnanni kartan jajo re,
nakar nai khute nondhari wat
wirDa galin pachhi bharjo nirantwan
maro khalikham uchat!
સ્રોત
- પુસ્તક : તમે (પૃષ્ઠ ક્રમાંક 81)
- સર્જક : માધવ રામાનુજ
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1986