રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો(સુખ-દુઃખની દોસ્તીનું અછાંદસ)
સુખનું કદ ઠીંગણું
પાતળો બાંધો
રંગ ઘઉંવર્ણો
શરદીનો કોઠો
શ્વાસની તકલીફ
સ્વભાવ ભોળો
આંખો બીકણ
શરીર ઘોડિયેથી જ માંદલું
અને રિસાવાની તાસીર.
દુઃખનાં બાવડાં તગડાં
કદ ઊંચું
હાથ લાંબા
બુદ્ધિ ઘણી
બોલવાનું ઓછું પણ ડરવાનું નામ નહીં
ગમે ત્યાં ઘૂસવાની હિંમત
બધે ઘર જેવું.
આમ તો બેય જોડિયા ભાઈઓ
લંગોટિયા દોસ્તો
એક જ પાટલી પર એક જ સ્લેટ વાપરતા નિશાળિયાઓ
કાચા પૂંઠાની એક જ નોટમાં ત્રિકોણ કરીને પાડી દીઘેલા બે ભાગ.
જનમ જનમના જિગરી
પણ તોય થોડે થોડે વખતે ઝઘડે બેય જણાં
વાંકું કાયમ સુખને જ પડે
એની હંમેશાં એક જ ફરિયાદ
કે એ દુઃખને બધે સાથે જ રાખે
પણ દુઃખને એવું નઈ
એ એકલું જ ફરે ઘણી જગ્યાએ
આમ તો મોટો ભાઈ કૉલેજ બંક કરીને એકલો પિક્ચર જોઈ આવે
ત્યારે નાનો ભાઈ કરેને એ ટાઈપનો કજિયો
પણ બોલતાં બોલતાં સુખની આંખમાં પાણી આવી જાય
દુઃખ સમજું તે વહાલથી સુખના ખભે હાથ મૂકે
અને પછી એવું થાય કે
સવલી ડોસીના કોહવાયેલાં બારણાંની તૈડમાંથી દીકરાનો તબિયત પૂછતો કાગળ સરકે,
નાલીનું પાણી સુકાય ને વસ્તીનાં ઠાબરિયાંઓને ખોવાયેલો દડો પાછો મળી જાય
રેખાબહેન ટીંડોરાંનો ભાવ કરા’વાનું ભૂલી જાય
જેંતી રિક્ષાવાળાને વસ્તી ટેમે મળી જાય ઘર બાજુનું ભાડું
મિસ્ત્રી એક હમજતો હોય ને બે બીડી નીકળે કાન પરથી
અને પછી એવું થાય
કે મોટી આંગળીએ ખવડાવેલા નાના આંટે રાજી થઈ જાય સુખ.
દુઃખ હોશિયાર તે તરતમાં પટાઈ દે
સુખ ભોળું તે સહેજમાં માની જાય.
(sukh dukhani dostinun achhandas)
sukhanun kad thinganun
patlo bandho
rang ghaunwarno
shardino kotho
shwasni takliph
swbhaw bholo
ankho bikan
sharir ghoDiyethi ja mandalun
ane risawani tasir
dukhanan bawDan tagDan
kad unchun
hath lamba
buddhi ghani
bolwanun ochhun pan Darwanun nam nahin
game tyan ghuswani hinmat
badhe ghar jewun
am to bey joDiya bhaio
langotiya dosto
ek ja patli par ek ja slet waparta nishaliyao
kacha punthani ek ja notman trikon karine paDi dighela be bhag
janam janamna jigri
pan toy thoDe thoDe wakhte jhaghDe bey janan
wankun kayam sukhne ja paDe
eni hanmeshan ek ja phariyad
ke e dukhane badhe sathe ja rakhe
pan dukhane ewun nai
e ekalun ja phare ghani jagyaye
am to moto bhai kaulej bank karine eklo pikchar joi aawe
tyare nano bhai karene e taipno kajiyo
pan boltan boltan sukhni ankhman pani aawi jay
dukha samajun te wahalthi sukhna khabhe hath muke
ane pachhi ewun thay ke
sawli Dosina kohwayelan barnanni taiDmanthi dikrano tabiyat puchhto kagal sarke,
nalinun pani sukay ne wastinan thabariyanone khowayelo daDo pachho mali jay
rekhabhen tinDoranno bhaw kara’wanun bhuli jay
jenti rikshawalane wasti teme mali jay ghar bajunun bhaDun
mistri ek hamajto hoy ne be biDi nikle kan parthi
ane pachhi ewun thay
ke moti angliye khawDawela nana aante raji thai jay sukh
dukha hoshiyar te taratman patai de
sukh bholun te sahejman mani jay

સ્રોત
- પુસ્તક : ગ્રીનરૂમમાં (પૃષ્ઠ ક્રમાંક 61)
- સર્જક : સૌમ્ય જોશી
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 2008